9 જુલાઈ, 2023

https://youtu.be/WmA8pD_CaUg

 https://youtu.be/WmA8pD_CaUg 

બાળકો દ્વારા રજૂ કરેલ ભગવદ્ ગીતા સાર 

6 જુલાઈ, 2023

કાર્યની ગૌરવ એટલે પદ્મ પુરસ્કાર

 લેખન - મિનેષ પ્રજાપતિ

વિષય - "કાર્યનું ગૌરવ એટલે  પદ્મ પુરસ્કાર" 


          ૬ એપ્રિલ ૨૦૨૩ ભારતના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાશે......

               આ ઇતિહાસ એટલે બીજું કંઈ નહીં પણ ભારતનો  પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મ પુરસ્કાર.

      હા આ એ પદ્મ પુરસ્કાર હતો જેમાં પદ્મ પુરસ્કાર ને ગૌરવ થયું હશે .  તેનું પદ્મ સોળે કળાએ ખીલ્યું હશે .  અહી  જમીન થી લઇ વૈભવી જીવન જીવનારા નો સંગમ હતો.કોઈ નિરક્ષર તો કોઈ સાક્ષર હતું. કોઈ પાંચમું પાસ તો કોઈ phd હતું. કોઈ ઝૂપડામાં રહેનાર તો કોઈ બંગલામાં રહેનાર હતું. કોઈ સાપ પકડનાર તો કોઈ ડોકટર પણ  હતા. ગરીબ થી લઇ અમિરોનો ગુજરાતી ભાષામાં  કહીએ તો જમાવડો  હતો ... 

        અનેક મુશ્કેલ  પરિસ્થિતી માં પણ પોતાની સુવાસ સેવાકાર્યો અને અન્ય સમાજ સેવા થકી  અસાધારણ કાર્યોની સિદ્ધિની સુવાસ ચારે કોર પ્રસરી હતી. 

    વ્યસ્ત સમય માંથી થોડો સમય લઈ આવા નરબંકાઓની કહાની વાંચજો ક્યારેય વિદેશી વ્યક્તિની કહાની નહિ સાંભળવી પડે.

      અરે અત્યારના અમુક લેખકોને વિનંતી કરું  છું. કે આવો આપણે સાથે મળી  ભારતના લાખો લોકોના જીવન બદલનાર  મહા માનવોની કથા ઉજાગર કરીએ. કયા સુધી વિદેશી વ્યક્તિઓની વાતો વાગોળીશું .  ભારતીઓની તાકાત અને શક્તિનો વિદેશમાં પરિચય કરાવીએ.  

     સમય બદલાયો છે. વિદેશી વૈજ્ઞાનિકો અથવા અમુક વ્યક્તિઓ મહાનછે જ પણ આપના લોકો પણ ક્યાં કમ છે. આવી  મહાન વ્યક્તિઓની કહાનીઓ જો સરકાર શોધી શકતી હોય તો આપણે પણ તે દિશામાં વિચારવું પડશે. 

      ૬ એપ્રીલે જેમને પદ્મ  પુરસ્કાર  મળ્યો  તેમની કેટલીક  વાતો જાણીએ. 

         અજય કુમાર માંડવી કે જેમને લાખો નક્સલીના જીવન બદલ્યા .

      તલાલા ના હીરાબાઇ લોબીએ  ગુલામ બનીને આવનાર સીદી સમુદાયના લોકોના માટે જીવન હોમી દીધું...

       પાલમ કલ્યાણ સુન્દરમ્ કે જેમને ખૂબ મજૂરી કરી પોતાનું ગુજરાન કર્યું કે જ્યારે તેમને પગાર મળતો હતો પરંતુ ૩૫ વર્ષ નો  પોતાનો પગાર લોક સેવામાં આપી દિધો..

       રસીદ અહમદ કાદરી ની પસંદગી થઈ પછી કહ્યું મે કેટલીયવાર અરજી કરી પણ કોઈ ધ્યાન માં લેતું નહોતું .સરકાર બદલાયા પછી મને એમ કે હવે હું મુસલમાન છું એટ્લે  મને ક્યારેય પુરસ્કાર નહિ મળે પરંતુ મોદી સાહેબે મારા કાર્યને જોઈ સામે ચાલીને વગર અરજી એ પુરસ્કાર માટે પસંદગી કરી તેથી હું બે દિવસ હર્ષના માર્યો સૂઈ શક્યો  નથી . મારો પરિવાર સદાય મોદી સાહેબ ને આજીવન આભારી રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો . આ રાજકારણની વાત નથી પણ મનની વાત છે. 

            આવા તો ૫૫ વ્યક્તિઓ ની ફક્ત આ વર્ષની કહાની છે .. આ માત્ર કાર્યક્રમ નહોતો પરંતુ ભારતની અસ્મિતા હતી. 

           ભારતીયની ખુમારી જીવંત બની હતી. આટલા વર્ષો આપ્યા પછી કોઈ નોંધનાલે તો તેમાં આપણી પણ કોઈક જવાબદારી છે. તો આવો આવા મહાન કાર્યોની આજુબાજુ શોધ કરી પોતાની કલમ દ્વારા ઉજાગર કરીએ.....👏👏👏

ગુજરાત નો પહેલો જીલ્લો ખેડા

 લેખન/સંકલન - મિનેષ પ્રજાપતિ વિષય - આઝાદીના અમૃત મહોત્સવમાં ખેડા ..

એકમ - "ગુજરાતનો પહેલો જિલ્લો ખેડા "

      ખેડા જિલ્લા વિષે રસપ્રદ વાત નોંધવા જેવી છે કે. ગુજરાતમાં  અસ્તિત્વમાં આવેલો પહેલો જિલ્લો ખેડા હતો .

            ખેડા જિલ્લાની ભૂમિનો પ્રાચીન કાળમાં ૨૦૦૦ વર્ષ પહેલાં પણ ઉલ્લેખ જોવા મળે છે. તેનું નામ ખેટક ગામ કે નગર પરથી પડ્યું મનાય છે. 

        ખેડા જિલ્લા નો ઉલ્લેખ મૈત્રક રાજાઓનાં તામ્રપત્ર માં જોવા મળે છે.   ગુજરાતની ભુમિ વીરોની ભૂમિ છે. તેમ ખેડાએ પણ  સરદાર જેવા લોખંડી પુરુષો તો રવિશંકર જેવા સ્વતંત્ર સેનાની આપ્યા  છે. સપૂત બાબુભાઈ જશભાઈ પટેલ , મહાનાયક ઇન્દુલાલ યાજ્ઞિક, આધ્યાત્મિક દિવ્ય ચેતનાના દર્શન સાક્ષરભુમિ નડિયાદે કરાવ્યા છે.  

            આવી ભુમિને જોવા અને જાણવા સૌએ આવવું જોઈએ હવે ખેડા સૌથી પહેલો જિલ્લો કેમ ......? 

             સૌથી પહેલા ગુજરાતમાં ખેડા, અમદાવાદ અને ભરૂચ ત્રણ વિસ્તારોમાં  સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા નો અમલ થયો, એ પૈકી ખેડામાં  જિલ્લાની રીતે સૌથી પહેલા કામ થયું. ગુજરાતમાં પહેલા કલેકટરની નિમણૂક અંગ્રેજો દ્વારા ખેડામાં કરાઈ હતી એ રીતે પણ ગુજરાતનો પહેલો જિલ્લો ખેડા ગણાય છે. ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હતું એ પહેલા મરાઠા શાસન હતુ. 

                એક યુદ્ધ પછી  મરાઠા અને અંગ્રેજો વચ્ચે એક સંધિ કરવી પડી એ વખતે મરાઠાઓએ અંગ્રેજોને ગુજરાતમાંથી ખેડા, અમદાવાદ અને ભરૂચ આપ્યા હતા. અંગ્રેજોએ ખોડા ને પોતાનું હેડકવાટર્સ બનાવી અને વહીવટી સુવિધા માટે ખેડાને જીલ્લો બનાવ્યો એ રીતે પણ ખેડા ગુજરાતનો પહેલો જિલ્લો બન્યો. 

              ખેડા ઉપર મરાઠાઓએ   1763 માં કબજે કર્યો તે પહેલા બાબી પરિવાર પાસે હતું. 

           અંગ્રેજોએ ખેડામાં પોતાનું  લશ્કરી થાણુ સ્થાપ્યું  હતું. અને જંગી પ્રમાણમાં લશ્કર તથા દારૂગોળો ત્યા ઠાલવ્યો હતો. આ રીતે ગુજરાતમાં ખેડા અંગ્રેજોનું પહેલું મોટું મથક બન્યું . એમ કહી શકાય કે ખેડાની પસંદગી કરવા પાછળ અંગ્રેજોનું ગણિત બહુ સરળ હતું.

           ખેડા અત્યંત સમૃદ્ધ હતું. મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન થતું. તેના કારણે મહેસૂલની જંગી આવક થતી હતી. સંખ્યાબંધ નદીઓના કારણે પાણીની તંગી નહોતી અને ખેડા ગુજરાતી મધ્યમમાં હતું.  આખા ગુજરાત ઉપર ખેડા થી નજર રાખી શકાય અને ગમે ત્યાં આક્રમણ કરી શકાય તેમ હતું. અંગ્રેજોને એ વખતે મુખ્ય ડર મરાઠાઓનો હતો મરાઠાઓ ફરી માથું ઉંચકેતો એમને કચરી શકાય તે માટે અંગ્રેજોએ એવા વિસ્તારમાં પોતાનું થાણુ નાખવું  જરૂર હતું.  જેથી તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં ગમે ત્યાં પહોંચી શકે. ખેડા એવું કેન્દ્ર હતું તેથી અંગ્રેજો ત્યાં જામી ગયા. ખેડા જિલ્લામાં હેડ કોર્ટસ બનાવીને એ પછી આખા પશ્ચિમ અને મધ્ય  ભારત પર કબજો કર્યો. ખેડા 1930 સુધી અંગ્રેજોનું કંન્ટોન્ટમેંન્ટ રહ્યું. 1824 માં અંગ્રેજોએ અમદાવાદ ઉપર પૂરેપૂરો કબજો કર્યો પછી થોડુંક લશ્કર  મોકલી ડીસા માં 1830 માં લશ્કરી ક્વાટર બનાવ્યું. 

                    ખેડા સત્યાગ્રહ પણ ભારતના ઇતિહાસમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

નમસ્તે ખેડા

પુસ્તકો સાચી દુનિયા બતાવે છે

 લેખ 

"પુસ્તકો સાચી દુનિયા બતાવે છે "


લેખન - મિનેષ પ્રજાપતિ

આચાર્ય  ગાડીયારા શાળા ,કપડવંજ 

               ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે.યુનેસ્કો દ્વારા ૧૯૯૫ થી સમગ્ર વિશ્વમાં સાક્ષરતાનો સંદેશો આપવા ઉજવવામાં આવે છે.  ત્યારે આવો સાચી દુનિયાના દર્શન પુસ્તકો માં કરીએ ....

             કેટલાક વર્ષ પહેલા સરકાર  વાંચે ગુજરાત  અભિયાન દ્વારા પુસ્તક વાંચન રસ કેળવ્યો હતો . પણ આપણને ગયા મહિને શું કાર્ય કર્યું તે યાદ નથી તો આ ક્યાંથી યાદ આવે ... 

        મિત્રો કહેવાય છે પુસ્તકોજ સાચા મિત્રો છે .તેની અદભુત દુનિયા છે . સમાજનું દર્પણ છે. ગુણવંત શાહ કહેતા જે ઘર માં પુસ્તક નથી તે ઘર સ્મશાન સમાન છે. 

              એક કહેવત પ્રમાણે  એક વર્ષનું આયોજન કરો છો તો  અનાજ વાવો,10 વર્ષનું આયોજન કરો છો તો  વૃક્ષ વાવો અને  ૧૦૦  વર્ષનું આયોજન કરો છો તો માનવ વાવો . 21મી સદી ભારતની સદી છે. જ્ઞાનની સદી છે. આ માનવ વાવવા માટે જીવન ઘડતર કરવું પડશે. જીવન ઘડતર કરવા વાંચન કરવું પડશે.       

                    સમાજમાં લીડર બનવા રીડર બનવું પડશે. જેનું વાંચન સારું તેનું જીવન સારું જેનું  જીવન સારું,તેના વિચારો સારા જેના  વિચારો સારા તેનું વર્તન સારું, જેનું વર્તન સારું તેનું બોલવાનું સારું,

             યાદ રાખો  જે દિવસથી લોકો પુસ્તકની લાઈનમાં ઊભા રહેશે પછી બેરોજગારની કે અન્ય લાઈનમાં નહીં ઉભા રહેવું પડે.   

           સિંગાપુરમાં કુલ ૫0 લાખ લોકો છે. જેમાંથી ૨૦  લાખ લોકો લાઇબ્રેરીના સભ્ય છે. લાયબ્રેરીમાં દર વર્ષે 2. 5 કરોડ લોકો  મુલાકાત લે છે.  રોજ ૮૦ હજારથી વધુ  પુસ્તકો વંચાય છે.  અને એટલે તે વિચારે છે . જીવનમાં શું બનવું છે તે નહીં શું કરવું છે તે નક્કી કરો પછી જે બનવું છે તે આપો આપ બની જશો.

         જે સમાજ વાંચન દ્વારા દુઃખનું કારણ શોધી શકતો નથી તે સમાજ સુખનું કારણ પણ શોધી શકતો નથી. વાંચનથી  જીવનમાં ધ્યેય લક્ષ મળે છે. અને તેથી  જ્યાં પોચવું હોય  ત્યાં  પહોંચી શકાય છે.  યાદ રાખો  શિક્ષકે અને વાચકોએ વાંચનની ભૂખ જગાડવી પડશે અને બીજાને પણ વાંચતા કરવા પડશે, કહેવાય છે જુના પુસ્તકોનું કદ વધે છે, ફાટે તેની ચિંતા ન કરો વાંચે તેની ચિંતા કરો.  આજે સમાજમાં સજ્જનોની નિષ્ક્રિયતાના કારણે સમાજ  નરકમાં ધકેલાતો દેખાય છે.  કળયુગ ના પડઘમ સંભળાય છે.  

               ટીવી અને મોબાઈલએ માણસની સંકુલિત વૃત્તિ  ઊભી કરી છે.  ટીવી અને મોબાઇલની મર્યાદા ના કારણે સાચું રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીત અને અન્ય મહત્વની બાબતો ખોવાઈ ગઈ છે.  આપણને તેથી જ નીતિન ભારદ્વાજ માં  ભગવાન દેખાય છે. ૨૩ માર્ચ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે પણ રોજ ૧૦ પાન વાંચવાનો આગ્રહ રાખીએ. ત્યારે ગુજરાતમાં સુકાઈ ગયેલા છોડ પર  કૂપણો ફૂટશે.  તેનો પરિણામ પાંચ વર્ષ પછી દેખાશે . એક કહેવત અનુસાર 70% લોકો 10% લોકો દોરે ત્યાં જાય છે. અત્યારે મોબાઈલ અને ટીવી એ  શિક્ષકનું અસ્તિત્વ મિટાવી દીધું છે.  500 વર્ષ પછી લોકો ટીવી અને મોબાઈલ ને કદાચ  ઋષિ કહેશે.      

    ધ્યાન રાખો ઘરમાં આવનારને પેપ્સી નહિ  પુસ્તક આપો,  બુકે  નહિ બુક આપો. ચાંલ્લો નહી ચોપડી આપો , લગ્નમાં પુસ્તક આપો, જન્મદિવસે પુસ્તક આપો, બાળકને કપડાં અને  ચંપલ ની દુકાને લઈ જઈએ છીએ પરંતુ  કોઈક દિવસ લાયબ્રેરીમાં  પણ લઈ જઈએ.. 

       શિવાજી,સ્વામી વિવેકાનંદજી , પૂજ્ય પાંડુરંગ દાદા ,પ્રમુખ સ્વામી મહારાજ,  અબ્દુલ કલામ , જેવા મહા માનવો પણ પુસ્તકનું રસ પાન કરી દુનિયાને  સાચા ભારતના દર્શન કરાવી શક્યા તો આવો આપણે પણ  પુસ્તકોને સાચા  મિત્ર બનાવી જીવન ધન્ય બનાવીએ......

જય પુસ્તક.......

अमूल डेरी में योग और हमारी यादें



 

स्वतंत्र सेनानी सम्मान खेड़ा केंद्रीय मंत्री