લેખન/સંકલન - મિનેષ પ્રજાપતિ વિષય - આઝાદીના અમૃત મહોત્સવમાં ખેડા ..
એકમ - "ગુજરાતનો પહેલો જિલ્લો ખેડા "
ખેડા જિલ્લા વિષે રસપ્રદ વાત નોંધવા જેવી છે કે. ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલો પહેલો જિલ્લો ખેડા હતો .
ખેડા જિલ્લાની ભૂમિનો પ્રાચીન કાળમાં ૨૦૦૦ વર્ષ પહેલાં પણ ઉલ્લેખ જોવા મળે છે. તેનું નામ ખેટક ગામ કે નગર પરથી પડ્યું મનાય છે.
ખેડા જિલ્લા નો ઉલ્લેખ મૈત્રક રાજાઓનાં તામ્રપત્ર માં જોવા મળે છે. ગુજરાતની ભુમિ વીરોની ભૂમિ છે. તેમ ખેડાએ પણ સરદાર જેવા લોખંડી પુરુષો તો રવિશંકર જેવા સ્વતંત્ર સેનાની આપ્યા છે. સપૂત બાબુભાઈ જશભાઈ પટેલ , મહાનાયક ઇન્દુલાલ યાજ્ઞિક, આધ્યાત્મિક દિવ્ય ચેતનાના દર્શન સાક્ષરભુમિ નડિયાદે કરાવ્યા છે.
આવી ભુમિને જોવા અને જાણવા સૌએ આવવું જોઈએ હવે ખેડા સૌથી પહેલો જિલ્લો કેમ ......?
સૌથી પહેલા ગુજરાતમાં ખેડા, અમદાવાદ અને ભરૂચ ત્રણ વિસ્તારોમાં સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા નો અમલ થયો, એ પૈકી ખેડામાં જિલ્લાની રીતે સૌથી પહેલા કામ થયું. ગુજરાતમાં પહેલા કલેકટરની નિમણૂક અંગ્રેજો દ્વારા ખેડામાં કરાઈ હતી એ રીતે પણ ગુજરાતનો પહેલો જિલ્લો ખેડા ગણાય છે. ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હતું એ પહેલા મરાઠા શાસન હતુ.
એક યુદ્ધ પછી મરાઠા અને અંગ્રેજો વચ્ચે એક સંધિ કરવી પડી એ વખતે મરાઠાઓએ અંગ્રેજોને ગુજરાતમાંથી ખેડા, અમદાવાદ અને ભરૂચ આપ્યા હતા. અંગ્રેજોએ ખોડા ને પોતાનું હેડકવાટર્સ બનાવી અને વહીવટી સુવિધા માટે ખેડાને જીલ્લો બનાવ્યો એ રીતે પણ ખેડા ગુજરાતનો પહેલો જિલ્લો બન્યો.
ખેડા ઉપર મરાઠાઓએ 1763 માં કબજે કર્યો તે પહેલા બાબી પરિવાર પાસે હતું.
અંગ્રેજોએ ખેડામાં પોતાનું લશ્કરી થાણુ સ્થાપ્યું હતું. અને જંગી પ્રમાણમાં લશ્કર તથા દારૂગોળો ત્યા ઠાલવ્યો હતો. આ રીતે ગુજરાતમાં ખેડા અંગ્રેજોનું પહેલું મોટું મથક બન્યું . એમ કહી શકાય કે ખેડાની પસંદગી કરવા પાછળ અંગ્રેજોનું ગણિત બહુ સરળ હતું.
ખેડા અત્યંત સમૃદ્ધ હતું. મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન થતું. તેના કારણે મહેસૂલની જંગી આવક થતી હતી. સંખ્યાબંધ નદીઓના કારણે પાણીની તંગી નહોતી અને ખેડા ગુજરાતી મધ્યમમાં હતું. આખા ગુજરાત ઉપર ખેડા થી નજર રાખી શકાય અને ગમે ત્યાં આક્રમણ કરી શકાય તેમ હતું. અંગ્રેજોને એ વખતે મુખ્ય ડર મરાઠાઓનો હતો મરાઠાઓ ફરી માથું ઉંચકેતો એમને કચરી શકાય તે માટે અંગ્રેજોએ એવા વિસ્તારમાં પોતાનું થાણુ નાખવું જરૂર હતું. જેથી તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં ગમે ત્યાં પહોંચી શકે. ખેડા એવું કેન્દ્ર હતું તેથી અંગ્રેજો ત્યાં જામી ગયા. ખેડા જિલ્લામાં હેડ કોર્ટસ બનાવીને એ પછી આખા પશ્ચિમ અને મધ્ય ભારત પર કબજો કર્યો. ખેડા 1930 સુધી અંગ્રેજોનું કંન્ટોન્ટમેંન્ટ રહ્યું. 1824 માં અંગ્રેજોએ અમદાવાદ ઉપર પૂરેપૂરો કબજો કર્યો પછી થોડુંક લશ્કર મોકલી ડીસા માં 1830 માં લશ્કરી ક્વાટર બનાવ્યું.
ખેડા સત્યાગ્રહ પણ ભારતના ઇતિહાસમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
નમસ્તે ખેડા