4 જૂન, 2023

તમામ ફોટા ૪૪













































 

રવિ શંકર મહારાજ મકાન



 

વીર ભાથીજી

 વીર ભાથીજી

ભાગ ૧ 

પાટણમાં પ્રભુભક્તિમાં શૂરાપૂરા સિદ્ધ સંત જયમલ રાઠોડની

પુત્રી નીરલબાઇને ચિતોડના રાણા કુંભા સાથે પરણાવી હતી.

કુંભારાણાની બીજી રાણી વેણુમતીના ભાઇ મયલને નીરલાબાઇએ

પ્રભુભક્તિનો પરચો બતાવી જીવતો કર્યો હતો.

એવા સિદ્ધ-સંત જયમલ રાઠોડના કુળમાં સંવત સોળસોની

સાલમાં, ફાગવેલ ગામમાં રાઠોડ ક્ષત્રિય તખતસંગજી ગિરાસદાર હતા.

તેમની પત્નીનું નામ અક્કલબા. એમનું પિયર ચિખડોલ ગામે હતું.

તખતસંગ અને અક્કલબા નવરાત્રિના પવિત્ર દિવસોમાં પોતાના

કુળદેવી કાલિકાની પૂજા કરવા પાવાગઢ તેમજ દર પૂર્ણિમાએ શ્રી

રણછોડરાયનાં દર્શન માટે ડાકોર જતાં. તખતસંગને બે પુત્ર હતા;

જેમનાં નામ હાથીજી અને ભાથીજી હતા; અને બે પુત્રીઓ એકનું નામ

સોનબા અને બીજીનું નામ બાનજીબા સોનબાને પાટણ પરણાવી હતી, બાનજીબાને કપડવંજ પરણાવી હતી.

ફાગવેલ ફરતાં બેતાલીસ મુંવાડામાં તખતસંગજીનો મોભો અને

ક્ષત્રિય તેજ રાઠોડ કુળને દીપાવે તેવાં હતાં. ચોમેર ઉજ્જ્વલ કીર્તિ

પસરી હતી.

પોતાના નિયમ મુજબ નવરાત્રિના પવિત્ર દિવસોમાં તખતસંગ

અને અક્કલબા કુળદેવીની પૂજા કરવા પાવાગઢ ગયા.

આસો સુદ આઠમના દિવસે, પતિ-પત્નીએ માતાજીને નિવેદ

(નૈવેધ) પ્રસાદ ધરાવી, માતાજી પાસે શ્રીફળ મૂકી, અક્કલબા પાલવ પાથરી માતાજીની સ્તુતિ કરે છે. આર્તનાદથી માતાજી પ્રસન્ન થયાં. માતાજી પાસેથી શ્રીફળ રળતું રળતું અક્કલબાના ખોળામાં આવ્યું.

પૂજારી અને અન્ય ભક્તો આશ્ચર્યચક્તિ થઇ ગયાં. પતિ-પત્ની પણ

દિગ્મૂઢ બની ગયાં. નવરાત્રિનો ઉત્સવ ઉજવી, તખતસંગ અને

અક્કલબા ફાગવેલ આવ્યાં અને શ્રીફળની પૂજા કરવાં લાગ્યાં.   

          હાથીજી પણ માતાપિતાની ટેક પ્રમાણે દર પૂનમે ડાકોર જતા,

શ્રી રણછોડરાયનાં દર્શન કરી બે દિવસ રોકાઇને ગામ-ગિરાસ

સંભાળતા.

સુખસંપત્તિવાળા તખતસંગ ગૌભક્ત હતા. ગૌસેવાની ભાવનાથી  ઘેર ધણી ગાયો પાળતા–પોષતા.

નવરાત્રિની પવિત્ર આઠમે પાવાગઢમાં બિરાજતાં મહાકાળી

અક્કલબાને પ્રસન્ન થયાં. ઢળતું શ્રીફળ એમના ખોળામાં આવ્યું.

અક્કલબાએ શ્રીફળની પૂજા કરવા માંડી. એ ભક્તિભાવના પ્રતાપે

એક વરસ બાદ કારતક સુદ એકમની પ્રભાતમાં અક્કલબાએ

મહાતેજસ્વી શૂરા પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. કુંવરના જન્મની

વધાઇમાં ફાગવેલ ગામમાં આનંદ આનંદ છવાયો, નરનારીઓ

હર્ષધેલાં બન્યાં; તખતસંગજીને આંગણે ઢોલ-શરણાઇ વાગવા લાગ્યાં.

તખતસંગના દરબારમાં ડાયરો ભરાયો. અફીણ-કસુંબા અને ખાર

ભંજણાની હોર ઊડવા માંડી. ભાટ-ચારણો કુંવરને બિરદાવવા લાગ્યા.

તખતસંગજીએ સાધુ, બ્રાહ્મણો, અભ્યાગત, ગરીબ-ગુરબા,

ભાટ-ચારણને ભેટસોગાદ આપી, સહુને દાન-દક્ષિણાથી સંતોષ્યા.

ગામમાં સાકર વહેંચાઇ.


કારતક સુદ એકમે બેસતું વરસ(ગારપટોળા)નું પવિત્ર પર્વ

હોવાથી પ્રજાને મીઠાઇનો ભોજન સમારંભ કરી માંગલિક

ઊજવ્યું. અલબાના ભાઇ દેવીસંગજીએ પોતાના ચિખડોલ ગામમાં

સાકર વહેંચી આનંદ ઉત્સવ કર્યો.


૩. જન્મકુંડળીનો ચમત્કાર

તખતસંગજીની ડેલીએ કુટુંબીઓ, સગાવહાલા, ગામના

પ્રતિષ્ઠિત માણસોનો ડાયરો ભરાયો છે. કુંવરની જન્મકુંડળી અને નામાભિમાન માટે જોષી આસન પર બિરાજ્યા છે. પાટણથી સોનબા

અને કપડવંજથી બાનજીબા ભાઇને રમાડવા આવેલા છે. સોનબાએ

જોષીને કંકુ-અક્ષથી ચાંદલો કરી વધાવ્યાં. સોનું રૂપું, નાણું, શ્રીફળ

મીઠાઈ, સાકર વગેરેનો થાળ ભરી બાનજીબાએ જોષીને ભેટ ધર્યો.

ચિખડોલથી આવેલા દેવીસંગજીએ જોષીને જોષ જોવા કહ્યું :

“જોષી મહારાજ ચોઘડિયું શુભ છે.” એ વખતે કુળના વડીલ

માનસંગદાદા જોષી પ્રત્યે બોલ્યા :

એ વખતે જોષીએ ટીપણું ઉધાડી અને પોથીમાંથી કોરો કાગળ

કાઢી જન્મકુંડળી મૂકવા માંડી. કુંડળી આલેખતાં કંકુનાં ટપકાં પડયા

કાગળમાં કંકુની લીટીઓ ફોળાઇ ગઇ. દરેક ખંડ એકમેક થઇ ગયા.

જન્મકુંડળીનાં આ લપકા-ડબકાંનો બનાવ પહેલો જ બન્યો ! જોષી

આશ્ચર્યચક્તિ થયા, દિગ્મૂઢ બની ગયા. જોષીએ બીજો કોરો કાગળ

પોથીમાંથી કાઢયો. અને


જોષીએ બે વાર, જુદા જુદા કાગળમાં પ્રયત્ન કર્યો છતાં કુંડળીમાં તીર-કામઠી-તલવારના ચિત્ર પડી ગયાં. દશ્ય જોતાં જોષી વિસ્મયમાં પડી ગયા, દિગ્મૂઢ બની ગયા ! સભામાં સહુને કંઇક નવાઇ જેવું જણાયું.

“મહારાજ! ઘડી ઘડી કાગળ બદલો છો. હેબતાઇ જતા હો એવી મુદ્રા થાય છે. કુંડળીને ઘડી ઘડી ફેરવો છો, આનું શું કારણ ?”

તખતસંગજીએ-જોષીને પૂછ્યું.

“રાઠોડ મહારાજ ! કુંડળીમાં કોઇ દેવાંશી સંકેત થાય છે. કુંડળી

છોડતાં કંકુ ફોળાઈ જાય છે. ફરીવાર પ્રયત્ન કરતાં

તીર-કામઠી-તલવારના ચિહ્ન પડે છે અને મૂંઝવણમાં મુકાઇ જાઉં છું.” જોષીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું.

“કુંવરના નામાભિધાન માટે રાશી જુઓ !” દેવસંગે કહ્યું. જોષીએ

રાશી જોઇ કહ્યું :