19 ઑગસ્ટ, 2023

ખેડા સત્યાગ્રહ

 ખેડા સત્યાગ્રહ


ખેડા જિલ્લામાં સાધારણ રીતે ૨૫થી ૩૦ ઇંચવરસાદ પડે છે. પણ સને ૧૯૧૭ માં ૭૦ ઇંચ વરસાદપડ્યો. તેથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો.ખેડૂતની કફોડી સ્થિતિને વાચા આપવાની પ્રેરણા સૌપ્રથમ કઠલાલના મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખને થઇ. નડીઆદ હોમરૂલ લીગની શાખા દ્વારા ૧૮હજાર અને કઠલાલ હોમરૂલ લીગની શાખા દ્વારા ચાર હજાર સહીઓ વાળી અરજીઓ એકત્ર કરી મુંબઇ સરકારને મોકલવામાં આવી.


આ અરજીઓ પર સરકારશ્રી તરફથી જવાબ આવ્યો કે આ અંગેની સત્તાઓ કલેક્ટરશ્રીને છે. અનેતેઓ ઘટતી કાર્યવાહી કરી રહ્યા છે.અરજીનો પડઘો સારો ન પડ્યો એટલે જાહેરસભાઓ અને ઠરાવોનો આશરો લેવામાં આવ્યો. પહેલી જાહેર સભા નડીઆદમાં શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં શ્રીગોપાળદાસ વિહારીદાસ દેસાઇના પ્રમુખ સ્થાને યોજવામાં આવી. બીજી એક જાહેર સભા કઠલાલમાં મળી.જેમાં નીચેના ઠરાવો પસાર થયા. ગોપાળદાસ દેસાઇના પ્રમુખ સ્થાને એક જાહેરસભા શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં યોજાઇ. પરંતુ આ જાહેરસભા અને ઠરાવોના પડઘા સરકારના બહેરા કાન સુધી જ અથડાયા.


૧૨મી જાન્યુઆરીએ મુંબઇથી વિઠ્ઠલભાઇ પટેલ અને ગોકળદાસ પારેખ આવ્યા. કઠલાલ અને મહુધામાં તેમની સભાઓ થઇ. તા.૧૩મીએ નડીઆદમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોની ગંજાવર સભા રાવ બહાદુર નાથાભાઇ અવિચળદાસ દેસાઇના પ્રમુખ સ્થાને થઇ.૭મી જાન્યુઆરીએ કલેક્ટરે એક હુકમ બહાર પાડ્યો તેઅન્વયે જૂજ ગામોનું મહેસૂલ માફ થયું અને બાકીના બધા ને તાકીદે મહેસૂલ ભરી જવાની સુચના  અપાઇ આમ તો મહાત્મા ગાંધી આ લડત સાથે પહેલેથીજ સંકળાયેલા હતા અને ચંપારણથી જરૂરી માર્ગદર્શન આપતાહતા. પરંતુ હવે ચંપારણની લડત પૂરી થતા તેઓ અહીં આવ્યા અને લડતના સૂત્રો તેમણે પોતાના હાથમાં લીધા.૧૬મી ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ ગાંધીજી અમદાવાદના સાથીઓ સાથે નડીઆદના સ્ટેશન ઉપર બપોરે ઉતર્યાં. સ્થાનિક કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું. હિંદુઅનાથ આશ્રમને કામચલાઉ ‘સત્યાગ્રહ મંદિર’નું નામઅપાયું.ગાંધીજીએ એક સાચા સેનાપતિની અદાથી કામનો દોરપોતાના હાથમાં લીધો. વિશ્વાસ મૂકી શકાય તેવા સારા ૩૦કાર્યકરોની ત્રણ ત્રણની દશ ટુકડીઓ પાડવામાં આવી.પછી આનાવારી કાઢવા વિશે સામાન્યસમજૂતિ આપીને સર્વને નિયત કરેલ ગામે રવાના કરવામાં આવ્યા.


આ ટુકડીઓમાં નડીઆદના ઇંદુલાલ યાજ્ઞિક,ગોકળદાસ તલાટી, ફૂલચંદ બાપુજી, માધવલાલ નભુભાઇ, હરિપ્રસાદ કંથારિયા વગેરેએ સારી જહેમત ઉઠાવી.નક્કી થયા મુજબ દરેક ટુકડીએ ૧૦મી માર્ચ પહેલાપોતાનો અહેવાલ ગાંધીજીને સોંપી દીધો. તેમણે બાકી રહેલ મહેસૂલ મુલત્વી રાખવાની કે આનાવારીનો સાચો ક્યાસ કાઢવા માટે પંચ નીમવાની સરકારને વિનંતી કરી. જો તેમ નકરે તો ના કરની લડત જાહેર કરવાનો નિશ્ચય જણાવ્યો.પરંતુ સરકારે જરાયે નમતું ન જ મૂક્યું. તેથી અમદાવાદથી મજૂર હડતાળનો ૨૦ મી માર્ચે અંત આવતા ૨૧મીએનડીઆદમાં આવીને,ગાંધીજીએ જિલ્લાના ખેડૂતોને નાકરની લડતનું એલાન કર્યું.


ખેડા જિલ્લાના ખેડૂતોની એક સભા તા.૨૨-૩-૧૮ નારોજ સાંજના ૬-૦૦ વાગે ગોકળદાસ તલાટીના પ્રમુખસ્થાને નડીઆદમાં દશા ખડાયતાની વાડીમાં બોલાવવામાં આવી. તેમાં ગાંધીજીએ ના કરની વિરાટ લડતના શ્રી ગણેશ કર્યા.મારી એક જ વિનંતી છે કે દુઃખ સહન કરજો.... પણ વિઘોટી ન ભરશો. સરકાર સર્વ ઉપર આઘાત કરી શકશે નહીં....ગાંધીજીએ ભાષણ પૂરું કર્યું. પછી તેમણે જે પ્રતિજ્ઞા લેવા તૈયાર હોય તેમની પાસે સોગંદપૂર્વક હાથ ઊંચા કરાવડાવ્યા.તે જ દિવસે લગભગ ૧૦૦૦ વીઘાના ૨૦૦ જમીન માલિકોએ પ્રતિજ્ઞા લીધી.આ પ્રતિજ્ઞા પત્રની નકલો બધા કાર્યકરોને અપાઇ.તેમને જુદા જુદા તાલુકામાં આ પત્રો પર ખેડૂતોની સહી લેવાને અને ગાંધીજીની સૂચના મુજબ સત્યાગ્રહની લડત જમાવવાને ઠામઠામ રવાના કરવામાં આવ્યા.લડતમાં સેનાપતિ ગાંધીજી નડીઆદની છાવણીમાંરહીને આખા જિલ્લાની લડતને દોરવણી આપતા અને જરૂરપડે ત્યાં દોડી જતા. તેમના મુખ્ય સલાહકાર અને ઉપનાયક વલ્લભભાઇ પટેલ નડીઆદ રહેતા અને ઘણું ખરું તેમની સાથે ફરતા. તેમની મદદમાં મોહનલાલ પંડ્યા અનેશંકરલાલ પરીખ નડીઆદમાં રહેતા અને કપડવંજ તાલુકા ઉપર ખાસ ધ્યાન આપતા.


સત્યાગ્રહ શરૂ થતાં દેશના અન્ય ભાગોના લોકો લડતથી સુમાહિતગાર થાય તે માટે ગાંધીજીએ એક વિસ્તૃત પત્રિકા નડીઆદમાંથી બહાર પાડી. સત્યાગ્રહ ધીરે-ધીરે જોર પકડતો ગયો.નડીઆદ સાથે ઘણા ગામોમાં ઢોર, દરદાગીના અને વાસણો ઉપર ટાંચ લગાવી સરકારે હરાજીઓ કરવા માંડી.નડીઆદમાં ઘણાઓને નોટીસો આપવામાં આવી. જપ્તી વોરંટની ધારી અસર ન થતા છેવટે કમિશનર પ્રેટેખેડા જિલ્લાની પ્રજાને ‘‘છેવટના હુકમરૂપ સલાહ આપવા ખેડૂતોની એક સભા બોલાવવાનું નક્કી કર્યું. તેથી તેમણે ગાંધીજીની મદદ માંગી. આ સભામાં ગાંધીજીના કહેવાથી ઘણા કાર્યકરો તથા ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા. આ સભા તા.૧૨ મી એપ્રિલના રોજનડીઆમાં મામલતદારની ઓફિસના વિશાળ ચોગાનમાંયોજાઇ. તેમાં મિ.પ્રેટે થોડી સમજ આપી. સરદારવલ્લભભાઇએ ઉભા થઇ પ્રેટની કેટલીક ખોટી રજૂઆતનીટીકા કરી. બિચારા પ્રેટે ભારે હોંશથી ભરેલી સભા નિરાશાનુંપરિણામ લાવીને પૂરી થઇ. ત્યાંથી બધા ખેડૂતો સત્યાગ્રહમંડપ (હિન્દુ અનાથાશ્રમ)માં ગાંધીજીને મળવા ગયા.ગાંધીજીએ પ્રેટની અસર ભૂસવા નાનું છતાં જુસ્સાભર્યું ભાષણ કર્યું અને પ્રેટની કેટલીક ખોટી દલીલોને રદિયો આપ્યો.તા.૨૩મીના રોજ મુંબઇના ‘ગુજરાતી’ પત્રે આલડતની સમાલોચના કરતા લખ્યું કે “જપતીઓ એકસરખી રીતે ચાલુ છે. છતાં લોકો હિંમત કાયમ રાખી શક્યા છે.’’


તા.૨૭મી મેના રોજ અંગ્રેજ કલેક્ટરે પણ એક મુલાકાતમાં ખેલદિલી પૂર્વક લડી રહેલી જનતાના વખાણ કર્યા. તેણે કહ્યું કે “જે રીતે રૈયત લડીરહી છે તે બહુ આશ્ચર્યજનક છે.’’તા.૩જી જૂનના રોજ નડીઆદના મામલતદારે ગાંધીજીને કહ્યું કે જો  સ્થિતિવાળા મહેસૂલ ભરી દે તો ગરીબ લોકોનું મહેસૂલ મુલત્વી રાખવામાં આવશે એવી સરકારની જાહેરાત છે. આ પછી ગાંધીજીએ કલેક્ટરને લખ્યું કે આવો હુકમ બહાર પાડવામાં આવે અને ચોથાઇ વગેરે દંડ માફકરવામાં આવે તો તેમને કોઇ રીતનું લડવાનું રહેતું નથી. આરીતે સમાધાન થતા ૬ઠ્ઠી જૂને ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઇએ પોતાની સંયુક્ત સહીથી એક પત્રિકા જિલ્લાના ખેડૂતો માટે બહાર પાડી. જે ગામે ગામ પહોંચાડવામાં આવી.આમ લડતની પૂર્ણાહુતિ થઇ. 


પરંતુ તેનો સમારંભ ૨૯મીએ ઉજવાયો. સમાધાનના થોડા દિવસ પહેલા નવાગામના કાશીભાઇ પટેલના ખેતરો સરકારે ખાલસા કરેલા. પરંતુ તેમના કેટલાક ખેતરોનો સમાવેશ સરકારની નોટિસમાં થતો નહતો. આ ખેતરોમાં ડુંગળીનો પાક સારો હતો. આથી ગાંધીજીએ તેમાંથી ડુંગળી ઉપાડી લેવાની સલાહ આપી. સલાહ મુજબ ૪થી જૂનના રોજશ્રી મોહનલાલ પંડ્યાની આગેવાની નીચે ગામના આશરે૨૦૦ જેટલા ખેડૂતો ડુંગળી ખોદવા લાગ્યા. સરકારે તેમની ધરપકડ કરી અને શ્રી પંડ્યા તથા બીજા પાંચ ખેડૂતો ઉપર કેસ ચલાવી તેમને ૧૦થી ૨૦ દિવસની સાદી કેદની સજા કરી. આમ તા.૨૭ મીએ કેદીઓ છૂટતા તા.૨૯ મીએ નડીઆદમાં પૂર્ણાહુતિનો ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો..૨૯ મીના રોજ સત્યાગ્રહ મંડપમાંથી સાંજે ૪ વાગે સરઘસ કાઢવામાં આવ્યું. નડીઆદ વાળાઓએ ચોરે ચૌટે તેનો સત્કાર કર્યો. ગાંધીજી, વલ્લભભાઇ અને કેદીઓને શેરીએ શેરીએ અદ્ભુત માન મળ્યું. આ સરઘસ દશાખડાયતાની વાડીમાં એક વિરાટ સભામાં ફેરવાઇ ગયું. સભામંડપ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. જિલ્લામાંથી લગભગ પાંચથી છ હજાર સ્ત્રી-પુરુષોએ અહીં હાજરી આપી હતી. સભાનું પ્રમુખસ્થાન ગોકળદાસ તલાટીને આપવામાં આવ્યું હતું. તેઓના ટૂંકા પ્રવચનબાદ, ફૂલચંદ બાપુજીએ ગાંધીજીને અર્પણ કરવાનું માનપત્ર વાંચી સંભળાવ્યું. માનપત્રનો જવાબ આપતા ગાંધીજીએ જણાવ્યું કે, ‘‘આપે જે માનપત્ર આપ્યું છે તેમાટે હું આપનો આભારી છું. પણ જે માણસ સેવા ધર્મને કબૂલ કરે છે તે માણસથી કોઇપણ માનનો સ્વીકાર નથી કરી શકાતો. તેમણે પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કરેલું હોય છે. એટલે જે માન મળે છે તે કૃષ્ણાર્પણ જ થઇ શકે. સેવાધર્મી માનની ભૂખ નથી રાખી શકતો. માનનો ભૂખ્યો થાય તે જ કાળે તે સેવા ધર્મથી ભ્રષ્ટ થાય છે.... માન એવી વસ્તુ છે કે તે મોટામાં મોટા માણસને પણ ભુલાવે છે…… મને વિચાર થયો કે ઉપ-સેનાપતિ કોણ થશે ! ત્યાં મારી નજર વલ્લભભાઇ ઉપર પડી ....જ્યારે હું તેમના વધારે પ્રસંગમાં આપ્યો ત્યારે મને લાગ્યું કે મારે વલ્લભભાઇ તો જોઇએ વલ્લભભાઇ  મને ન મળ્યા હોત તો આજે જે કામ થયું છે તે ન થાત . આપણે મહેસૂલના  માટે જે કામ હોય તે તો એક કામ છે, પણ વારંવાર મેં કહ્યું છે તેમ કરી અને મોટા મોટા અમલદારો કરતા આપણે જરાપણ લેતા નથી એવા સરખાપણાનો ભાવ એ બંને  પ્રવચન બાદ વલ્લભભાઇ પટેલ,મોહ્નનલાલ પંડ્યા વગેરે બોલ્યા અને અંતમાં પ્રમુખના ટૂંકા ઉપસંહાર થી સભા અને લડતની પૂર્ણાહુતિ થઇ.આ લડતમાં આર્થિક લાભ કરતાં કાર્યકર્તાઓ અનેપ્રાતે જે તાલીમ મળી તે ઘણી જ અમૂલ્ય હતી.


ગુજરાત ભરમાંથી લોકસેવાની ભાવનાવાળા ઘણાકાર્યકર્તાઓ નોકરી આવ્યા. અને તેઓનું એક વિશાળ જૂથ ખેંચાયું. આ લડતે કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કર્યા, જેમાંના મુખ્ય આ પ્રમાણે ગણાવી શકાય.મુંબઇના ગવર્નરના નિર્ણય કરતા, જિલ્લાના પાંચ લાખ ખેડૂતોનો નિર્ણય વધુ માન્ય હોવો જોઇએ સરકાર કે તેના નોકરો પ્રજાના શેઠ નથી પણ પ્રજાના સેવકો છે.સરકારના અન્યાય સામે પ્રજાએ લડવું જોઇએ. આલડત વિના હથિયારે લડી શકાય છે, અને તેમાં ફતેહ પણમેળવી શકાય છે.