6 જુલાઈ, 2023

કાર્યની ગૌરવ એટલે પદ્મ પુરસ્કાર

 લેખન - મિનેષ પ્રજાપતિ

વિષય - "કાર્યનું ગૌરવ એટલે  પદ્મ પુરસ્કાર" 


          ૬ એપ્રિલ ૨૦૨૩ ભારતના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાશે......

               આ ઇતિહાસ એટલે બીજું કંઈ નહીં પણ ભારતનો  પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મ પુરસ્કાર.

      હા આ એ પદ્મ પુરસ્કાર હતો જેમાં પદ્મ પુરસ્કાર ને ગૌરવ થયું હશે .  તેનું પદ્મ સોળે કળાએ ખીલ્યું હશે .  અહી  જમીન થી લઇ વૈભવી જીવન જીવનારા નો સંગમ હતો.કોઈ નિરક્ષર તો કોઈ સાક્ષર હતું. કોઈ પાંચમું પાસ તો કોઈ phd હતું. કોઈ ઝૂપડામાં રહેનાર તો કોઈ બંગલામાં રહેનાર હતું. કોઈ સાપ પકડનાર તો કોઈ ડોકટર પણ  હતા. ગરીબ થી લઇ અમિરોનો ગુજરાતી ભાષામાં  કહીએ તો જમાવડો  હતો ... 

        અનેક મુશ્કેલ  પરિસ્થિતી માં પણ પોતાની સુવાસ સેવાકાર્યો અને અન્ય સમાજ સેવા થકી  અસાધારણ કાર્યોની સિદ્ધિની સુવાસ ચારે કોર પ્રસરી હતી. 

    વ્યસ્ત સમય માંથી થોડો સમય લઈ આવા નરબંકાઓની કહાની વાંચજો ક્યારેય વિદેશી વ્યક્તિની કહાની નહિ સાંભળવી પડે.

      અરે અત્યારના અમુક લેખકોને વિનંતી કરું  છું. કે આવો આપણે સાથે મળી  ભારતના લાખો લોકોના જીવન બદલનાર  મહા માનવોની કથા ઉજાગર કરીએ. કયા સુધી વિદેશી વ્યક્તિઓની વાતો વાગોળીશું .  ભારતીઓની તાકાત અને શક્તિનો વિદેશમાં પરિચય કરાવીએ.  

     સમય બદલાયો છે. વિદેશી વૈજ્ઞાનિકો અથવા અમુક વ્યક્તિઓ મહાનછે જ પણ આપના લોકો પણ ક્યાં કમ છે. આવી  મહાન વ્યક્તિઓની કહાનીઓ જો સરકાર શોધી શકતી હોય તો આપણે પણ તે દિશામાં વિચારવું પડશે. 

      ૬ એપ્રીલે જેમને પદ્મ  પુરસ્કાર  મળ્યો  તેમની કેટલીક  વાતો જાણીએ. 

         અજય કુમાર માંડવી કે જેમને લાખો નક્સલીના જીવન બદલ્યા .

      તલાલા ના હીરાબાઇ લોબીએ  ગુલામ બનીને આવનાર સીદી સમુદાયના લોકોના માટે જીવન હોમી દીધું...

       પાલમ કલ્યાણ સુન્દરમ્ કે જેમને ખૂબ મજૂરી કરી પોતાનું ગુજરાન કર્યું કે જ્યારે તેમને પગાર મળતો હતો પરંતુ ૩૫ વર્ષ નો  પોતાનો પગાર લોક સેવામાં આપી દિધો..

       રસીદ અહમદ કાદરી ની પસંદગી થઈ પછી કહ્યું મે કેટલીયવાર અરજી કરી પણ કોઈ ધ્યાન માં લેતું નહોતું .સરકાર બદલાયા પછી મને એમ કે હવે હું મુસલમાન છું એટ્લે  મને ક્યારેય પુરસ્કાર નહિ મળે પરંતુ મોદી સાહેબે મારા કાર્યને જોઈ સામે ચાલીને વગર અરજી એ પુરસ્કાર માટે પસંદગી કરી તેથી હું બે દિવસ હર્ષના માર્યો સૂઈ શક્યો  નથી . મારો પરિવાર સદાય મોદી સાહેબ ને આજીવન આભારી રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો . આ રાજકારણની વાત નથી પણ મનની વાત છે. 

            આવા તો ૫૫ વ્યક્તિઓ ની ફક્ત આ વર્ષની કહાની છે .. આ માત્ર કાર્યક્રમ નહોતો પરંતુ ભારતની અસ્મિતા હતી. 

           ભારતીયની ખુમારી જીવંત બની હતી. આટલા વર્ષો આપ્યા પછી કોઈ નોંધનાલે તો તેમાં આપણી પણ કોઈક જવાબદારી છે. તો આવો આવા મહાન કાર્યોની આજુબાજુ શોધ કરી પોતાની કલમ દ્વારા ઉજાગર કરીએ.....👏👏👏