2 ફેબ્રુઆરી, 2024
29 સપ્ટેમ્બર, 2023
19 ઑગસ્ટ, 2023
ખેડા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ખેડા જિલ્લામાં સાધારણ રીતે ૨૫થી ૩૦ ઇંચવરસાદ પડે છે. પણ સને ૧૯૧૭ માં ૭૦ ઇંચ વરસાદપડ્યો. તેથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો.ખેડૂતની કફોડી સ્થિતિને વાચા આપવાની પ્રેરણા સૌપ્રથમ કઠલાલના મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખને થઇ. નડીઆદ હોમરૂલ લીગની શાખા દ્વારા ૧૮હજાર અને કઠલાલ હોમરૂલ લીગની શાખા દ્વારા ચાર હજાર સહીઓ વાળી અરજીઓ એકત્ર કરી મુંબઇ સરકારને મોકલવામાં આવી.
આ અરજીઓ પર સરકારશ્રી તરફથી જવાબ આવ્યો કે આ અંગેની સત્તાઓ કલેક્ટરશ્રીને છે. અનેતેઓ ઘટતી કાર્યવાહી કરી રહ્યા છે.અરજીનો પડઘો સારો ન પડ્યો એટલે જાહેરસભાઓ અને ઠરાવોનો આશરો લેવામાં આવ્યો. પહેલી જાહેર સભા નડીઆદમાં શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં શ્રીગોપાળદાસ વિહારીદાસ દેસાઇના પ્રમુખ સ્થાને યોજવામાં આવી. બીજી એક જાહેર સભા કઠલાલમાં મળી.જેમાં નીચેના ઠરાવો પસાર થયા. ગોપાળદાસ દેસાઇના પ્રમુખ સ્થાને એક જાહેરસભા શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં યોજાઇ. પરંતુ આ જાહેરસભા અને ઠરાવોના પડઘા સરકારના બહેરા કાન સુધી જ અથડાયા.
૧૨મી જાન્યુઆરીએ મુંબઇથી વિઠ્ઠલભાઇ પટેલ અને ગોકળદાસ પારેખ આવ્યા. કઠલાલ અને મહુધામાં તેમની સભાઓ થઇ. તા.૧૩મીએ નડીઆદમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોની ગંજાવર સભા રાવ બહાદુર નાથાભાઇ અવિચળદાસ દેસાઇના પ્રમુખ સ્થાને થઇ.૭મી જાન્યુઆરીએ કલેક્ટરે એક હુકમ બહાર પાડ્યો તેઅન્વયે જૂજ ગામોનું મહેસૂલ માફ થયું અને બાકીના બધા ને તાકીદે મહેસૂલ ભરી જવાની સુચના અપાઇ આમ તો મહાત્મા ગાંધી આ લડત સાથે પહેલેથીજ સંકળાયેલા હતા અને ચંપારણથી જરૂરી માર્ગદર્શન આપતાહતા. પરંતુ હવે ચંપારણની લડત પૂરી થતા તેઓ અહીં આવ્યા અને લડતના સૂત્રો તેમણે પોતાના હાથમાં લીધા.૧૬મી ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ ગાંધીજી અમદાવાદના સાથીઓ સાથે નડીઆદના સ્ટેશન ઉપર બપોરે ઉતર્યાં. સ્થાનિક કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું. હિંદુઅનાથ આશ્રમને કામચલાઉ ‘સત્યાગ્રહ મંદિર’નું નામઅપાયું.ગાંધીજીએ એક સાચા સેનાપતિની અદાથી કામનો દોરપોતાના હાથમાં લીધો. વિશ્વાસ મૂકી શકાય તેવા સારા ૩૦કાર્યકરોની ત્રણ ત્રણની દશ ટુકડીઓ પાડવામાં આવી.પછી આનાવારી કાઢવા વિશે સામાન્યસમજૂતિ આપીને સર્વને નિયત કરેલ ગામે રવાના કરવામાં આવ્યા.
આ ટુકડીઓમાં નડીઆદના ઇંદુલાલ યાજ્ઞિક,ગોકળદાસ તલાટી, ફૂલચંદ બાપુજી, માધવલાલ નભુભાઇ, હરિપ્રસાદ કંથારિયા વગેરેએ સારી જહેમત ઉઠાવી.નક્કી થયા મુજબ દરેક ટુકડીએ ૧૦મી માર્ચ પહેલાપોતાનો અહેવાલ ગાંધીજીને સોંપી દીધો. તેમણે બાકી રહેલ મહેસૂલ મુલત્વી રાખવાની કે આનાવારીનો સાચો ક્યાસ કાઢવા માટે પંચ નીમવાની સરકારને વિનંતી કરી. જો તેમ નકરે તો ના કરની લડત જાહેર કરવાનો નિશ્ચય જણાવ્યો.પરંતુ સરકારે જરાયે નમતું ન જ મૂક્યું. તેથી અમદાવાદથી મજૂર હડતાળનો ૨૦ મી માર્ચે અંત આવતા ૨૧મીએનડીઆદમાં આવીને,ગાંધીજીએ જિલ્લાના ખેડૂતોને નાકરની લડતનું એલાન કર્યું.
ખેડા જિલ્લાના ખેડૂતોની એક સભા તા.૨૨-૩-૧૮ નારોજ સાંજના ૬-૦૦ વાગે ગોકળદાસ તલાટીના પ્રમુખસ્થાને નડીઆદમાં દશા ખડાયતાની વાડીમાં બોલાવવામાં આવી. તેમાં ગાંધીજીએ ના કરની વિરાટ લડતના શ્રી ગણેશ કર્યા.મારી એક જ વિનંતી છે કે દુઃખ સહન કરજો.... પણ વિઘોટી ન ભરશો. સરકાર સર્વ ઉપર આઘાત કરી શકશે નહીં....ગાંધીજીએ ભાષણ પૂરું કર્યું. પછી તેમણે જે પ્રતિજ્ઞા લેવા તૈયાર હોય તેમની પાસે સોગંદપૂર્વક હાથ ઊંચા કરાવડાવ્યા.તે જ દિવસે લગભગ ૧૦૦૦ વીઘાના ૨૦૦ જમીન માલિકોએ પ્રતિજ્ઞા લીધી.આ પ્રતિજ્ઞા પત્રની નકલો બધા કાર્યકરોને અપાઇ.તેમને જુદા જુદા તાલુકામાં આ પત્રો પર ખેડૂતોની સહી લેવાને અને ગાંધીજીની સૂચના મુજબ સત્યાગ્રહની લડત જમાવવાને ઠામઠામ રવાના કરવામાં આવ્યા.લડતમાં સેનાપતિ ગાંધીજી નડીઆદની છાવણીમાંરહીને આખા જિલ્લાની લડતને દોરવણી આપતા અને જરૂરપડે ત્યાં દોડી જતા. તેમના મુખ્ય સલાહકાર અને ઉપનાયક વલ્લભભાઇ પટેલ નડીઆદ રહેતા અને ઘણું ખરું તેમની સાથે ફરતા. તેમની મદદમાં મોહનલાલ પંડ્યા અનેશંકરલાલ પરીખ નડીઆદમાં રહેતા અને કપડવંજ તાલુકા ઉપર ખાસ ધ્યાન આપતા.
સત્યાગ્રહ શરૂ થતાં દેશના અન્ય ભાગોના લોકો લડતથી સુમાહિતગાર થાય તે માટે ગાંધીજીએ એક વિસ્તૃત પત્રિકા નડીઆદમાંથી બહાર પાડી. સત્યાગ્રહ ધીરે-ધીરે જોર પકડતો ગયો.નડીઆદ સાથે ઘણા ગામોમાં ઢોર, દરદાગીના અને વાસણો ઉપર ટાંચ લગાવી સરકારે હરાજીઓ કરવા માંડી.નડીઆદમાં ઘણાઓને નોટીસો આપવામાં આવી. જપ્તી વોરંટની ધારી અસર ન થતા છેવટે કમિશનર પ્રેટેખેડા જિલ્લાની પ્રજાને ‘‘છેવટના હુકમરૂપ સલાહ આપવા ખેડૂતોની એક સભા બોલાવવાનું નક્કી કર્યું. તેથી તેમણે ગાંધીજીની મદદ માંગી. આ સભામાં ગાંધીજીના કહેવાથી ઘણા કાર્યકરો તથા ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા. આ સભા તા.૧૨ મી એપ્રિલના રોજનડીઆમાં મામલતદારની ઓફિસના વિશાળ ચોગાનમાંયોજાઇ. તેમાં મિ.પ્રેટે થોડી સમજ આપી. સરદારવલ્લભભાઇએ ઉભા થઇ પ્રેટની કેટલીક ખોટી રજૂઆતનીટીકા કરી. બિચારા પ્રેટે ભારે હોંશથી ભરેલી સભા નિરાશાનુંપરિણામ લાવીને પૂરી થઇ. ત્યાંથી બધા ખેડૂતો સત્યાગ્રહમંડપ (હિન્દુ અનાથાશ્રમ)માં ગાંધીજીને મળવા ગયા.ગાંધીજીએ પ્રેટની અસર ભૂસવા નાનું છતાં જુસ્સાભર્યું ભાષણ કર્યું અને પ્રેટની કેટલીક ખોટી દલીલોને રદિયો આપ્યો.તા.૨૩મીના રોજ મુંબઇના ‘ગુજરાતી’ પત્રે આલડતની સમાલોચના કરતા લખ્યું કે “જપતીઓ એકસરખી રીતે ચાલુ છે. છતાં લોકો હિંમત કાયમ રાખી શક્યા છે.’’
તા.૨૭મી મેના રોજ અંગ્રેજ કલેક્ટરે પણ એક મુલાકાતમાં ખેલદિલી પૂર્વક લડી રહેલી જનતાના વખાણ કર્યા. તેણે કહ્યું કે “જે રીતે રૈયત લડીરહી છે તે બહુ આશ્ચર્યજનક છે.’’તા.૩જી જૂનના રોજ નડીઆદના મામલતદારે ગાંધીજીને કહ્યું કે જો સ્થિતિવાળા મહેસૂલ ભરી દે તો ગરીબ લોકોનું મહેસૂલ મુલત્વી રાખવામાં આવશે એવી સરકારની જાહેરાત છે. આ પછી ગાંધીજીએ કલેક્ટરને લખ્યું કે આવો હુકમ બહાર પાડવામાં આવે અને ચોથાઇ વગેરે દંડ માફકરવામાં આવે તો તેમને કોઇ રીતનું લડવાનું રહેતું નથી. આરીતે સમાધાન થતા ૬ઠ્ઠી જૂને ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઇએ પોતાની સંયુક્ત સહીથી એક પત્રિકા જિલ્લાના ખેડૂતો માટે બહાર પાડી. જે ગામે ગામ પહોંચાડવામાં આવી.આમ લડતની પૂર્ણાહુતિ થઇ.
પરંતુ તેનો સમારંભ ૨૯મીએ ઉજવાયો. સમાધાનના થોડા દિવસ પહેલા નવાગામના કાશીભાઇ પટેલના ખેતરો સરકારે ખાલસા કરેલા. પરંતુ તેમના કેટલાક ખેતરોનો સમાવેશ સરકારની નોટિસમાં થતો નહતો. આ ખેતરોમાં ડુંગળીનો પાક સારો હતો. આથી ગાંધીજીએ તેમાંથી ડુંગળી ઉપાડી લેવાની સલાહ આપી. સલાહ મુજબ ૪થી જૂનના રોજશ્રી મોહનલાલ પંડ્યાની આગેવાની નીચે ગામના આશરે૨૦૦ જેટલા ખેડૂતો ડુંગળી ખોદવા લાગ્યા. સરકારે તેમની ધરપકડ કરી અને શ્રી પંડ્યા તથા બીજા પાંચ ખેડૂતો ઉપર કેસ ચલાવી તેમને ૧૦થી ૨૦ દિવસની સાદી કેદની સજા કરી. આમ તા.૨૭ મીએ કેદીઓ છૂટતા તા.૨૯ મીએ નડીઆદમાં પૂર્ણાહુતિનો ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો..૨૯ મીના રોજ સત્યાગ્રહ મંડપમાંથી સાંજે ૪ વાગે સરઘસ કાઢવામાં આવ્યું. નડીઆદ વાળાઓએ ચોરે ચૌટે તેનો સત્કાર કર્યો. ગાંધીજી, વલ્લભભાઇ અને કેદીઓને શેરીએ શેરીએ અદ્ભુત માન મળ્યું. આ સરઘસ દશાખડાયતાની વાડીમાં એક વિરાટ સભામાં ફેરવાઇ ગયું. સભામંડપ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. જિલ્લામાંથી લગભગ પાંચથી છ હજાર સ્ત્રી-પુરુષોએ અહીં હાજરી આપી હતી. સભાનું પ્રમુખસ્થાન ગોકળદાસ તલાટીને આપવામાં આવ્યું હતું. તેઓના ટૂંકા પ્રવચનબાદ, ફૂલચંદ બાપુજીએ ગાંધીજીને અર્પણ કરવાનું માનપત્ર વાંચી સંભળાવ્યું. માનપત્રનો જવાબ આપતા ગાંધીજીએ જણાવ્યું કે, ‘‘આપે જે માનપત્ર આપ્યું છે તેમાટે હું આપનો આભારી છું. પણ જે માણસ સેવા ધર્મને કબૂલ કરે છે તે માણસથી કોઇપણ માનનો સ્વીકાર નથી કરી શકાતો. તેમણે પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કરેલું હોય છે. એટલે જે માન મળે છે તે કૃષ્ણાર્પણ જ થઇ શકે. સેવાધર્મી માનની ભૂખ નથી રાખી શકતો. માનનો ભૂખ્યો થાય તે જ કાળે તે સેવા ધર્મથી ભ્રષ્ટ થાય છે.... માન એવી વસ્તુ છે કે તે મોટામાં મોટા માણસને પણ ભુલાવે છે…… મને વિચાર થયો કે ઉપ-સેનાપતિ કોણ થશે ! ત્યાં મારી નજર વલ્લભભાઇ ઉપર પડી ....જ્યારે હું તેમના વધારે પ્રસંગમાં આપ્યો ત્યારે મને લાગ્યું કે મારે વલ્લભભાઇ તો જોઇએ વલ્લભભાઇ મને ન મળ્યા હોત તો આજે જે કામ થયું છે તે ન થાત . આપણે મહેસૂલના માટે જે કામ હોય તે તો એક કામ છે, પણ વારંવાર મેં કહ્યું છે તેમ કરી અને મોટા મોટા અમલદારો કરતા આપણે જરાપણ લેતા નથી એવા સરખાપણાનો ભાવ એ બંને પ્રવચન બાદ વલ્લભભાઇ પટેલ,મોહ્નનલાલ પંડ્યા વગેરે બોલ્યા અને અંતમાં પ્રમુખના ટૂંકા ઉપસંહાર થી સભા અને લડતની પૂર્ણાહુતિ થઇ.આ લડતમાં આર્થિક લાભ કરતાં કાર્યકર્તાઓ અનેપ્રાતે જે તાલીમ મળી તે ઘણી જ અમૂલ્ય હતી.
ગુજરાત ભરમાંથી લોકસેવાની ભાવનાવાળા ઘણાકાર્યકર્તાઓ નોકરી આવ્યા. અને તેઓનું એક વિશાળ જૂથ ખેંચાયું. આ લડતે કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કર્યા, જેમાંના મુખ્ય આ પ્રમાણે ગણાવી શકાય.મુંબઇના ગવર્નરના નિર્ણય કરતા, જિલ્લાના પાંચ લાખ ખેડૂતોનો નિર્ણય વધુ માન્ય હોવો જોઇએ સરકાર કે તેના નોકરો પ્રજાના શેઠ નથી પણ પ્રજાના સેવકો છે.સરકારના અન્યાય સામે પ્રજાએ લડવું જોઇએ. આલડત વિના હથિયારે લડી શકાય છે, અને તેમાં ફતેહ પણમેળવી શકાય છે.
9 જુલાઈ, 2023
6 જુલાઈ, 2023
કાર્યની ગૌરવ એટલે પદ્મ પુરસ્કાર
લેખન - મિનેષ પ્રજાપતિ
વિષય - "કાર્યનું ગૌરવ એટલે પદ્મ પુરસ્કાર"
૬ એપ્રિલ ૨૦૨૩ ભારતના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાશે......
આ ઇતિહાસ એટલે બીજું કંઈ નહીં પણ ભારતનો પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મ પુરસ્કાર.
હા આ એ પદ્મ પુરસ્કાર હતો જેમાં પદ્મ પુરસ્કાર ને ગૌરવ થયું હશે . તેનું પદ્મ સોળે કળાએ ખીલ્યું હશે . અહી જમીન થી લઇ વૈભવી જીવન જીવનારા નો સંગમ હતો.કોઈ નિરક્ષર તો કોઈ સાક્ષર હતું. કોઈ પાંચમું પાસ તો કોઈ phd હતું. કોઈ ઝૂપડામાં રહેનાર તો કોઈ બંગલામાં રહેનાર હતું. કોઈ સાપ પકડનાર તો કોઈ ડોકટર પણ હતા. ગરીબ થી લઇ અમિરોનો ગુજરાતી ભાષામાં કહીએ તો જમાવડો હતો ...
અનેક મુશ્કેલ પરિસ્થિતી માં પણ પોતાની સુવાસ સેવાકાર્યો અને અન્ય સમાજ સેવા થકી અસાધારણ કાર્યોની સિદ્ધિની સુવાસ ચારે કોર પ્રસરી હતી.
વ્યસ્ત સમય માંથી થોડો સમય લઈ આવા નરબંકાઓની કહાની વાંચજો ક્યારેય વિદેશી વ્યક્તિની કહાની નહિ સાંભળવી પડે.
અરે અત્યારના અમુક લેખકોને વિનંતી કરું છું. કે આવો આપણે સાથે મળી ભારતના લાખો લોકોના જીવન બદલનાર મહા માનવોની કથા ઉજાગર કરીએ. કયા સુધી વિદેશી વ્યક્તિઓની વાતો વાગોળીશું . ભારતીઓની તાકાત અને શક્તિનો વિદેશમાં પરિચય કરાવીએ.
સમય બદલાયો છે. વિદેશી વૈજ્ઞાનિકો અથવા અમુક વ્યક્તિઓ મહાનછે જ પણ આપના લોકો પણ ક્યાં કમ છે. આવી મહાન વ્યક્તિઓની કહાનીઓ જો સરકાર શોધી શકતી હોય તો આપણે પણ તે દિશામાં વિચારવું પડશે.
૬ એપ્રીલે જેમને પદ્મ પુરસ્કાર મળ્યો તેમની કેટલીક વાતો જાણીએ.
અજય કુમાર માંડવી કે જેમને લાખો નક્સલીના જીવન બદલ્યા .
તલાલા ના હીરાબાઇ લોબીએ ગુલામ બનીને આવનાર સીદી સમુદાયના લોકોના માટે જીવન હોમી દીધું...
પાલમ કલ્યાણ સુન્દરમ્ કે જેમને ખૂબ મજૂરી કરી પોતાનું ગુજરાન કર્યું કે જ્યારે તેમને પગાર મળતો હતો પરંતુ ૩૫ વર્ષ નો પોતાનો પગાર લોક સેવામાં આપી દિધો..
રસીદ અહમદ કાદરી ની પસંદગી થઈ પછી કહ્યું મે કેટલીયવાર અરજી કરી પણ કોઈ ધ્યાન માં લેતું નહોતું .સરકાર બદલાયા પછી મને એમ કે હવે હું મુસલમાન છું એટ્લે મને ક્યારેય પુરસ્કાર નહિ મળે પરંતુ મોદી સાહેબે મારા કાર્યને જોઈ સામે ચાલીને વગર અરજી એ પુરસ્કાર માટે પસંદગી કરી તેથી હું બે દિવસ હર્ષના માર્યો સૂઈ શક્યો નથી . મારો પરિવાર સદાય મોદી સાહેબ ને આજીવન આભારી રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો . આ રાજકારણની વાત નથી પણ મનની વાત છે.
આવા તો ૫૫ વ્યક્તિઓ ની ફક્ત આ વર્ષની કહાની છે .. આ માત્ર કાર્યક્રમ નહોતો પરંતુ ભારતની અસ્મિતા હતી.
ભારતીયની ખુમારી જીવંત બની હતી. આટલા વર્ષો આપ્યા પછી કોઈ નોંધનાલે તો તેમાં આપણી પણ કોઈક જવાબદારી છે. તો આવો આવા મહાન કાર્યોની આજુબાજુ શોધ કરી પોતાની કલમ દ્વારા ઉજાગર કરીએ.....👏👏👏
ગુજરાત નો પહેલો જીલ્લો ખેડા
લેખન/સંકલન - મિનેષ પ્રજાપતિ વિષય - આઝાદીના અમૃત મહોત્સવમાં ખેડા ..
એકમ - "ગુજરાતનો પહેલો જિલ્લો ખેડા "
ખેડા જિલ્લા વિષે રસપ્રદ વાત નોંધવા જેવી છે કે. ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલો પહેલો જિલ્લો ખેડા હતો .
ખેડા જિલ્લાની ભૂમિનો પ્રાચીન કાળમાં ૨૦૦૦ વર્ષ પહેલાં પણ ઉલ્લેખ જોવા મળે છે. તેનું નામ ખેટક ગામ કે નગર પરથી પડ્યું મનાય છે.
ખેડા જિલ્લા નો ઉલ્લેખ મૈત્રક રાજાઓનાં તામ્રપત્ર માં જોવા મળે છે. ગુજરાતની ભુમિ વીરોની ભૂમિ છે. તેમ ખેડાએ પણ સરદાર જેવા લોખંડી પુરુષો તો રવિશંકર જેવા સ્વતંત્ર સેનાની આપ્યા છે. સપૂત બાબુભાઈ જશભાઈ પટેલ , મહાનાયક ઇન્દુલાલ યાજ્ઞિક, આધ્યાત્મિક દિવ્ય ચેતનાના દર્શન સાક્ષરભુમિ નડિયાદે કરાવ્યા છે.
આવી ભુમિને જોવા અને જાણવા સૌએ આવવું જોઈએ હવે ખેડા સૌથી પહેલો જિલ્લો કેમ ......?
સૌથી પહેલા ગુજરાતમાં ખેડા, અમદાવાદ અને ભરૂચ ત્રણ વિસ્તારોમાં સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા નો અમલ થયો, એ પૈકી ખેડામાં જિલ્લાની રીતે સૌથી પહેલા કામ થયું. ગુજરાતમાં પહેલા કલેકટરની નિમણૂક અંગ્રેજો દ્વારા ખેડામાં કરાઈ હતી એ રીતે પણ ગુજરાતનો પહેલો જિલ્લો ખેડા ગણાય છે. ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હતું એ પહેલા મરાઠા શાસન હતુ.
એક યુદ્ધ પછી મરાઠા અને અંગ્રેજો વચ્ચે એક સંધિ કરવી પડી એ વખતે મરાઠાઓએ અંગ્રેજોને ગુજરાતમાંથી ખેડા, અમદાવાદ અને ભરૂચ આપ્યા હતા. અંગ્રેજોએ ખોડા ને પોતાનું હેડકવાટર્સ બનાવી અને વહીવટી સુવિધા માટે ખેડાને જીલ્લો બનાવ્યો એ રીતે પણ ખેડા ગુજરાતનો પહેલો જિલ્લો બન્યો.
ખેડા ઉપર મરાઠાઓએ 1763 માં કબજે કર્યો તે પહેલા બાબી પરિવાર પાસે હતું.
અંગ્રેજોએ ખેડામાં પોતાનું લશ્કરી થાણુ સ્થાપ્યું હતું. અને જંગી પ્રમાણમાં લશ્કર તથા દારૂગોળો ત્યા ઠાલવ્યો હતો. આ રીતે ગુજરાતમાં ખેડા અંગ્રેજોનું પહેલું મોટું મથક બન્યું . એમ કહી શકાય કે ખેડાની પસંદગી કરવા પાછળ અંગ્રેજોનું ગણિત બહુ સરળ હતું.
ખેડા અત્યંત સમૃદ્ધ હતું. મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન થતું. તેના કારણે મહેસૂલની જંગી આવક થતી હતી. સંખ્યાબંધ નદીઓના કારણે પાણીની તંગી નહોતી અને ખેડા ગુજરાતી મધ્યમમાં હતું. આખા ગુજરાત ઉપર ખેડા થી નજર રાખી શકાય અને ગમે ત્યાં આક્રમણ કરી શકાય તેમ હતું. અંગ્રેજોને એ વખતે મુખ્ય ડર મરાઠાઓનો હતો મરાઠાઓ ફરી માથું ઉંચકેતો એમને કચરી શકાય તે માટે અંગ્રેજોએ એવા વિસ્તારમાં પોતાનું થાણુ નાખવું જરૂર હતું. જેથી તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં ગમે ત્યાં પહોંચી શકે. ખેડા એવું કેન્દ્ર હતું તેથી અંગ્રેજો ત્યાં જામી ગયા. ખેડા જિલ્લામાં હેડ કોર્ટસ બનાવીને એ પછી આખા પશ્ચિમ અને મધ્ય ભારત પર કબજો કર્યો. ખેડા 1930 સુધી અંગ્રેજોનું કંન્ટોન્ટમેંન્ટ રહ્યું. 1824 માં અંગ્રેજોએ અમદાવાદ ઉપર પૂરેપૂરો કબજો કર્યો પછી થોડુંક લશ્કર મોકલી ડીસા માં 1830 માં લશ્કરી ક્વાટર બનાવ્યું.
ખેડા સત્યાગ્રહ પણ ભારતના ઇતિહાસમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
નમસ્તે ખેડા
પુસ્તકો સાચી દુનિયા બતાવે છે
લેખ
"પુસ્તકો સાચી દુનિયા બતાવે છે "
લેખન - મિનેષ પ્રજાપતિ
આચાર્ય ગાડીયારા શાળા ,કપડવંજ
૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે.યુનેસ્કો દ્વારા ૧૯૯૫ થી સમગ્ર વિશ્વમાં સાક્ષરતાનો સંદેશો આપવા ઉજવવામાં આવે છે. ત્યારે આવો સાચી દુનિયાના દર્શન પુસ્તકો માં કરીએ ....
કેટલાક વર્ષ પહેલા સરકાર વાંચે ગુજરાત અભિયાન દ્વારા પુસ્તક વાંચન રસ કેળવ્યો હતો . પણ આપણને ગયા મહિને શું કાર્ય કર્યું તે યાદ નથી તો આ ક્યાંથી યાદ આવે ...
મિત્રો કહેવાય છે પુસ્તકોજ સાચા મિત્રો છે .તેની અદભુત દુનિયા છે . સમાજનું દર્પણ છે. ગુણવંત શાહ કહેતા જે ઘર માં પુસ્તક નથી તે ઘર સ્મશાન સમાન છે.
એક કહેવત પ્રમાણે એક વર્ષનું આયોજન કરો છો તો અનાજ વાવો,10 વર્ષનું આયોજન કરો છો તો વૃક્ષ વાવો અને ૧૦૦ વર્ષનું આયોજન કરો છો તો માનવ વાવો . 21મી સદી ભારતની સદી છે. જ્ઞાનની સદી છે. આ માનવ વાવવા માટે જીવન ઘડતર કરવું પડશે. જીવન ઘડતર કરવા વાંચન કરવું પડશે.
સમાજમાં લીડર બનવા રીડર બનવું પડશે. જેનું વાંચન સારું તેનું જીવન સારું જેનું જીવન સારું,તેના વિચારો સારા જેના વિચારો સારા તેનું વર્તન સારું, જેનું વર્તન સારું તેનું બોલવાનું સારું,
યાદ રાખો જે દિવસથી લોકો પુસ્તકની લાઈનમાં ઊભા રહેશે પછી બેરોજગારની કે અન્ય લાઈનમાં નહીં ઉભા રહેવું પડે.
સિંગાપુરમાં કુલ ૫0 લાખ લોકો છે. જેમાંથી ૨૦ લાખ લોકો લાઇબ્રેરીના સભ્ય છે. લાયબ્રેરીમાં દર વર્ષે 2. 5 કરોડ લોકો મુલાકાત લે છે. રોજ ૮૦ હજારથી વધુ પુસ્તકો વંચાય છે. અને એટલે તે વિચારે છે . જીવનમાં શું બનવું છે તે નહીં શું કરવું છે તે નક્કી કરો પછી જે બનવું છે તે આપો આપ બની જશો.
જે સમાજ વાંચન દ્વારા દુઃખનું કારણ શોધી શકતો નથી તે સમાજ સુખનું કારણ પણ શોધી શકતો નથી. વાંચનથી જીવનમાં ધ્યેય લક્ષ મળે છે. અને તેથી જ્યાં પોચવું હોય ત્યાં પહોંચી શકાય છે. યાદ રાખો શિક્ષકે અને વાચકોએ વાંચનની ભૂખ જગાડવી પડશે અને બીજાને પણ વાંચતા કરવા પડશે, કહેવાય છે જુના પુસ્તકોનું કદ વધે છે, ફાટે તેની ચિંતા ન કરો વાંચે તેની ચિંતા કરો. આજે સમાજમાં સજ્જનોની નિષ્ક્રિયતાના કારણે સમાજ નરકમાં ધકેલાતો દેખાય છે. કળયુગ ના પડઘમ સંભળાય છે.
ટીવી અને મોબાઈલએ માણસની સંકુલિત વૃત્તિ ઊભી કરી છે. ટીવી અને મોબાઇલની મર્યાદા ના કારણે સાચું રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીત અને અન્ય મહત્વની બાબતો ખોવાઈ ગઈ છે. આપણને તેથી જ નીતિન ભારદ્વાજ માં ભગવાન દેખાય છે. ૨૩ માર્ચ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે પણ રોજ ૧૦ પાન વાંચવાનો આગ્રહ રાખીએ. ત્યારે ગુજરાતમાં સુકાઈ ગયેલા છોડ પર કૂપણો ફૂટશે. તેનો પરિણામ પાંચ વર્ષ પછી દેખાશે . એક કહેવત અનુસાર 70% લોકો 10% લોકો દોરે ત્યાં જાય છે. અત્યારે મોબાઈલ અને ટીવી એ શિક્ષકનું અસ્તિત્વ મિટાવી દીધું છે. 500 વર્ષ પછી લોકો ટીવી અને મોબાઈલ ને કદાચ ઋષિ કહેશે.
ધ્યાન રાખો ઘરમાં આવનારને પેપ્સી નહિ પુસ્તક આપો, બુકે નહિ બુક આપો. ચાંલ્લો નહી ચોપડી આપો , લગ્નમાં પુસ્તક આપો, જન્મદિવસે પુસ્તક આપો, બાળકને કપડાં અને ચંપલ ની દુકાને લઈ જઈએ છીએ પરંતુ કોઈક દિવસ લાયબ્રેરીમાં પણ લઈ જઈએ..
શિવાજી,સ્વામી વિવેકાનંદજી , પૂજ્ય પાંડુરંગ દાદા ,પ્રમુખ સ્વામી મહારાજ, અબ્દુલ કલામ , જેવા મહા માનવો પણ પુસ્તકનું રસ પાન કરી દુનિયાને સાચા ભારતના દર્શન કરાવી શક્યા તો આવો આપણે પણ પુસ્તકોને સાચા મિત્ર બનાવી જીવન ધન્ય બનાવીએ......
જય પુસ્તક.......